અલખને લહેકે લહેકે – કાકુ

સર્વત્ર એક લય એક સૂર અને એક કાયદો,
સરગમનો ધ્વની, ગુજે પાનખર ને વસંતનો!
ખુલ્લે આમ ખેલ બધો, ને તોય કોયડો મોટો!
નભ મધ્યે ઉભો, કોઈ જાલીને દીવડો
ને નશ્વર નશ્વર રમે, સાશ્વત આ જીવડો
વિવિધ વેશે ભમે ભૂમંડળમા, તેત્રીસ કરોડ દેવો,
શિવ મુખેથી સરે ને શિવ તરફ વહે પ્રવાહ બધો!
અલખને લહેકે લહેકે, કેવો કસબ કૌતુક ભર્યો. .

ફળિયાનું આકાશ -કાકુ

દોમ દોમ જુવાનીએ ફળિયાનું આકાશ નાહ્યા અમે
ભીતને છાયડે બેસીને ધોમ ધોમ તડકો જોયો અમે.
ભૂલી પડેલ ચાંદનીમાં ડૂબીને, ચાંદને ખોજીએ અમે.
દિવાલે ચિતરેલ બગીચાનું પતંગીયું છેડીએ અમે.
ખરીદેલા મોરપીછથી મોરલાનો ટહુકો માણીએ અમે.
કુદરતનું તાપમાન ટી વીની બારીએથી જોઈએ અમે
ઈન્ટરનેટની પાંખે ચડીને, અંતરીક્ષમાં ઘૂમીએ અમે.
ભવની ભવાઈ માં ભળીને હસીએ અમે, રડીએ અમે.

વંટોળીયો વસંતનો – કાકુ

લીલુડો જામો અને કેસરિયો સાફો,
ધરણી એ ધર્યો આજ વેશ શ્ર્રીધરનો!

હું શું જાણું સ્વર્ગમાં નાચે અપ્સરાઓ
અહી તો મેળો છે ઉર્વશી ને મેનકાનો!

કોણ દરજી શીવે લેબાસ આ ધરતીનો?
જાણે સોળે શણગાર્યો ચંદરવો નવદુર્ગાનો!

રોજ રોજ નવો ઉત્સવ રંગ ને ફોરમનો!
ગુંજે ચોમેર આ તો વંટોળીયો વસંતનો!